અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા અને સંજાલી ખાતે પોષણ અભિયાનનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ,
ડેવલોપમેન્ટ સપોટ એજન્સી ઓફ ગુજરાત ગાંધીનગરના મુખ્ય કારોબારી અધિકારીશ્રી આર.એસ.નિનામાએ અંકલેશ્વર તાલુકાના કોમ્યુનિટી હોલ – ભડકોદ્રા ખાતે તથા પંચાયત હોલ સંજાલી ખાતે ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ નો શુભારંભ કરાયો હતો. કુપોષણને નાથવાના રાજ્ય સરકારના પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ ના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી બોલતા આર.એસ.નિનામાએ જણાવ્યું હતું કે, પોષણ અભિયાન રાજ્યના ગામે ગામ સુપોષણ આંદોલન સ્વરૂપે લોકોને જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પોષણ અભિયાનમાં બાળકોને તંદુરસ્ત, સુપોષિત બનાવવા ભાગીદાર બનવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે આંગણવાડીની બહેનો, વિજેતા બહેનોને પ્રોત્સાહક ઈનામો એનાયત કરાયા હતા. પોષણ આરતી રજૂ થયા બાદ પોષણ અદાલત નાટક રજૂ થયું હતું. ઉપસ્થિત સૌએ “ બીજુ પિયર ઘર ” ડોક્યુમેન્ટરી અન્નપ્રાસન પણ કરાવાયું હતું. પાલકવાલી, તંદુરસ્ત બાળકનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. કાર્યક્રમના અંતે સામુહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાયોજના વહીવટીદારશ્રી અસારી, આરોગ્ય અધિકારીશ્રી, સીડીપીઓ, મેડીકલ ઓફીસરશ્રી, આગેવાન – પદાધિકારી, અધિકારીગણ, આંગણવાડી – આશાવર્કર બહેનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.