અમરેલી : ડો કલામ ઇનોવેટિવ વર્ક સંસ્થા દ્વારા મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ પુષ્પાંજલિ અર્પણ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની પુણ્યતિથિ નિમિતે આજ રોજ ડો. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા ગાંધીબાગ ખાતે પૂજ્ય બાપુને પ્રિય એવી સુતરની આટિ પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને બાપુ ના જીવન સંદેશ અને વિચારો ને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં ડૉ. કલામ ઇનોવેટિવ વર્ક ના પ્રીતિશ પંડ્યા અને ઉમંગ જોશી જાણીતા શિક્ષણવિદ અર્ચનાબેન પંડ્યા, અને સાથે રોટરેક્ટ ક્લબ ઓફ અમરેલી ગીર ના આશિષભાઈ કોટેચા, અને નરેનભાઈ ચૌહાણ, જતીન મેહતા, હર્ષિત સોની, ભદ્રેશ હિરાણી પણ જોડાયા હતા અને વૈષ્ણવજન ના પદ ને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા