ચીનથી પરત ફરેલા ગોધરાના વિદ્યાર્થીમાં તાવના લક્ષણો દેખાતા આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો

વડોદરા,
કોરોના વાઈરસના હાહાકારને પગલે ચીનના જ્યુજ્યાન શહેરમાંથી પરત ફરેલા ગોધરાના વિદ્યાર્થી કિશનસિંહ ગોહિલમાં શરદી અને તાવના લક્ષણો દેખાતા મેડિકલ ચેકઅપ માટે વડોદરાની સયાજી હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેને કોરોના વાઈરસ માટે તૈયાર કરેલા આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યો છે.
૨૯ જાન્યુઆરીએ ગોધરાના કિશનસિંહ ગોહિલ સહિતના ૧૦ વિદ્યાર્થીઓ વાયા બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે કિશનસિંહ સહિત ૧૦ જેટલા વિદ્યાર્થીઓનું Âસ્ક્રનિંગ કરવામાં આવ્યુ ન હતું. ઘરે આવ્યા બાદ કિશનસિંહને શરદી અને તાવ આવતા તેને સ્થાનિક હોÂસ્પટલ સારવાર લીધા બાદ આજે મેડિકલ તપાસ માટે સયાજી હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. આ પહેલાં ૩૦ જાન્યુઆરીએ કંપનીના કામથી ચીન ગયેલા ૨ યુવાનો સહિત ૩ લોકો વડોદરા પરત ફર્યા હતા. જેમનું સયાજી હોÂસ્પટલમાં મેડિકલ ચેકઅપ કરાયું હતું. જેમના મેડિકલ ચેકઅપમાં કોરોનાના કોઇ લક્ષણો જણાયા ન હતા અને તેઓને ઘરે જવા દેવાયા હતા. ત્યારબાદ ગોધરાના વિદ્યાર્થીમાં શરદી અને તાવના લક્ષણો જણાતા સયાજી હોÂસ્પટલમાં સારવાર અને મેડિકલ તપાસ માટે દાખલ કરવામાં આવ્યો છે.