૪ સિંહોએ ખાંભા ગામને બાનમાં લીધું, વન વિભાગમાં દોડધામ મચી

ખાંભા,
ખાંભાના રાયડી ગામની પ્રાથમિક શાળાના એક ઓરડામાં બે સિંહબાળએ ધામા નાખ્યા છે. તો બીજી તરફ આ જ ગામમાં રહેતા ભીખાભાઇ દેવજીભાઇ બરવાળિયાના પડતર મકાનમાં બે સિંહોએ ધામા નાંખ્યા છે. આમ ૪ સિંહોએ ગામને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો જાવા મળી રહ્યા છે. વન વિભાગની ટીમ દોડી આવી ચારેય સિંહોને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
રાયડી ગામની શાળામાં ૧૩૦ વિદ્યાર્થીઓ અબ્યાસ કરે છે. ત્યારે સિંહબાળ આવી ચડતા ભયનો માહોલ જાવા મળી રહ્યો છે. ગામના સરપંચ શાંતિભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, શાળાની હાલત એટલી જર્જરીત છે કે સ્લેબના પોપડા પડી રહ્યા છે. સિંહો માટે પણ આ શાળાના જર્જરિત રૂમ મોત સમાન હાલ જાવા મળી રહ્યા છે. આ ખંડેર હાલતમાં આવેલી શાળાને પાડવા માટે ઘણા સમયથી મંજૂરી માંગી છે પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી આપવામાં આવી નથી.