સાબરકાંઠા એસીબીએ કોટડા PHCના લાંચિયા મેડિકલ ઓફિસરને M.P.H.W પાસેથી ૪ હજારની લાંચ લેતો દબોચ્યો

સાબરકાંઠા એસીબીએ કોટડા PHCના લાંચિયા મેડિકલ ઓફિસરને M.P.H.W પાસેથી ૪ હજારની લાંચ લેતો દબોચ્યો
Spread the love

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓ બેફામ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે કેટલાક ઉચ્ચ સ્થાને ફરજ બજાવતા અધિકારીઓ તો તેમની હાથ નીચે ફરજબજાવતા કર્મચારીઓ પાસેથી પણ એનકેન પ્રકારે રૂપિયા ખંખેરી કર્મચારીઓની મજબુરીનો ફાયદો ઉઠાવતા હોય છે. આવીજ એક ઘટના સાબરકાંઠા જીલ્લામાં બહાર આવી છે. પોશીના તાલુકાના કોટડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હસમુખલાલ મોહનલાલ ચૌહાણે તેમની પીએચસી ફરજ બજાવતા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરને કામગીરી બરાબર નથી અને ડીએમઓ ને રિપોર્ટ કરવાની ધમકી આપી ૫ હજારની માંગણી કરતા એમપીએચ કર્મચારીએ સાબરકાંઠા એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી કોટડા પીએચસી માં જ ૪ હજાર રૂપિયા લેતો રંગે હાથે દબોચી લેતા મેડિકલ ઓફિસરના મોતિયા મરી ગયા હતા એસીબીની સફળ ટ્રેપથી ભ્રષ્ટાચારીઓમાં સોપો પડી ગયો હતો.

પોશીના તાલુકાના કોટડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હસમુખલાલ મોહનલાલ ચૌહાણે તેમની પીએચસીમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા કર્મચારીને તેની ઓફિસમાં બોલાવી તમને કામગીરી નથી આવડતી, તેમજ મેલેરિયા પેશન્ટની સ્લાઇડો લેતા નથી આવડતી તેમ કહી નોકરીમાંથી છૂટા કરી દેવા માટે ડીસ્ટ્રીકટ મેલેરિયા ઓફિસરને રિપોર્ટ કરવાની ગર્ભિત ધમકી આપી રિપોર્ટ નહીં કરવા સારૂ તેમજ નોકરીમાં હેરાન નહીં કરવા માટે રૂપિયા પાંચ હજારની લાંચની માગણી કરતા રકજક અંતે ૪ હજાર રૂપિયાની માંગણી કરતા કર્મચારીએ લાંચિયા મેડિકલ ઓફિસરને પાઠ ભણાવવા સાબરકાંઠા એસીબીનો સંપર્ક કરતા સાબરકાંઠા એસીબી પીઆઈ વી.એન.ચૌધરી અને તેમની ટીમે શુક્રવારે છટકું ગોઠવી કોટડા પીએચસીમાં રંગે હાથે મલ્ટી પરપઝ હેલ્થ વર્કર પાસેથી ૪ હજાર રૂપિયા લેતો રંગે હાથે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથધરી હતી.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

Admin

Admin

9909969099
Right Click Disabled!