રાષ્ટ્રી શકિત એક્તા મંચ પોરબંદર દ્રારા મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી

પોરબંદર જીલ્લા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્રારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી “નિર્વાણ દિન” પર પોરબંદરના જ્યુબીલી વિસ્તારમાં તિરૂપતિ મંદિર પાસે આવેલી ” પે સેન્ટર કુમાર શાળા ” ખાતે મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી સાથે શાળામા અભ્યાસ કરતા વિધાથીઁ/બાળકોને મહાત્મા ગાંધીની વિચારધારાનો પરીચય કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળામા અભ્યાસ કરતા વિધાથીઁઓની મનની એકાગ્રતા વધારો થાય અને શાંત ચિતથી અભ્યાસ કરે તેવા ઉમદા હેતુથી “મા સરસ્વતીના” મંત્રથી અભિમંત્રિત કરેલો પાણીનો બાઉલ અને મેડીટેશન કાડઁ શ્રીમતિ પ્રતિભાબેન શાહ તરફથી શાળાને ભેટ આપવામાં આવ્યા હતા. આ કાયઁક્રમમા RSEMના શ્રી વિનેશભાઇ મકવાણા, શ્રીમતિ જયશ્રીબેન ગોહેલ, શ્રીમતિ નિમીષાબેન જોષી, શ્રીમતિ પ્રતિભાબેન શાહ, શ્રી અશ્ર્વિનભાઈ ગોહેલ, શ્રીમતિ કિતીઁબેન પુરોહિત, શ્રી દિપકભાઇ વાધેલા, શ્રી અભિષેકભાઇ સલેટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્ર શક્તિ એકતા મંચ વતી
વિનેશ મકવાણા