અરવલ્લી જિલ્લા અદાલતમાં ‘સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર’નું ઉદ્ઘાટન

મોડાસા,
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ અનુસાર દેશભરમાં સંવેદનશીલ સાક્ષી કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે. તેનો મુખ્ય હેતુ બાળ સાહેદોને કોર્ટનો ભય રાખ્યા વગર જુબાની આપી શકે અને બાળકોને અનુરૂપ આહલાદક વાતાવરણ મળી રહે. મોડાસામાં અરવલ્લી જિલ્લા અદાલત ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું પ્રિÂન્સપલ ડિÂસ્ટ્રક્ટ એન્ડ સેશન્સ જજ આર. એં બુખારી – ઘોઘારીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર અમૃતેશ ઓરંગાબાદકર અને જિલ્લા પોલીસવડા મયુર પાટીલ ઉપÂસ્થત રહ્યા હતા.
પ્રિન્સીપાલ ડિÂસ્ટ્રક્ટ એન્ડ સેશન્સ જજ આર . એ . બુખારી – ઘોઘારીના જણાવ્યા અનુસાર સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર દેશભરમાં સંવેદનશીલ સાક્ષી કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ પોક્સો તેમજ અન્ય ગંભીર પ્રકારના કેસોમાં બાળ સાહેદોને કોર્ટનો ભય રાખ્યા વગર જુબાની આપે અને તેઓને સારૂ વાતાવરણ મળી રહે તે હેતુસર ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ અરવલ્લી સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં બાળકો નિર્ભયતાથી અને કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર સાહેદી આપી શકે અને બાળકોને ખાસ વાતાવરણ મળી રહે તે માટે ચિલ્ડ્રન પ્લે રૂમ,પૌÂષ્ટક આહાર, બાળ સાહેદને કેન્દ્રમાં જવા – આવવા માટે અલગથી પ્રવેશદ્વાર તથા બાળ સાહેબને આરોપી અને કોર્ટ જાવા ના મળે તે રીતે ઈન – કેમેરા મારફતે બાળ સાહેદોની જુબાની નોંધી શકાય. જેથી બાળ સાહેદને કોઈ જાતનો ભય ન રહે તેવા ઉમદા હેતુથી નિર્માણ કરવામાં આવ્યું છે.