ધનસુરા સ્વામિનારાયણ મંદિરમાં ચતુર્થ વાર્ષિક પાટોત્સવ અને શાકોત્સવ

ધનસુરા સ્વામિનારાયણ મંદિરમાં ચતુર્થ વાર્ષિક પાટોત્સવ અને શાકોત્સવ
Spread the love

ધનસુરા સ્વામિનારાયણ મંદિરમાં ચતુર્થ વાર્ષિક પાટોત્સવ અને શાકોત્સવ તથા નુતન કળશ ધ્વજદંડ સ્થાપના નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સ.ગુ. ભંડારી સ્વામીશ્રી જાનકીવલ્લભદાસજીની શુભ પ્રેરણાથી તથા સ.ગુ. મહંત સ્વામી શ્રી ધર્મસ્વરૂપદાસજી ના માર્ગદર્શન મુજબ ધનસુરા સ્વામિનારાયણ મંદિર માં શાકોત્સવ અને દ્વિતિય પાટોત્સવની પણ ઉજવણી કરાઈ હતી.પાટોત્સવના યજમાન મનહરભાઈ હિરાભાઈ પટેલ અને પૂનભાઈ હિરાભાઈ પટેલ, હાર્દિકભાઈ પટેલ, યાજ્ઞિકભાઈ પટેલ, હર્ષિલભાઈ પટેલ, અર્પિતભાઈ પટેલના પરિવાર તરફથી યોજાયો હતો. જ્યારે કળશ તથા ધ્વજદંડ ના યજમાન મહેન્દ્રભાઈ કાન્તિભાઈ પટેલ તથા પંકજભાઈ કાન્તિભાઈ પટેલ,વિરલ પટેલ, ઉત્સવ પટેલ,ના પરિવારજનો તરફથી યોજાયો હતો. કાર્યક્રમનું સુંદર આયોજન ધનસુરા મંદિરના પરેશ ભગત, માધુભાઈ કોઠારી, ઘનશ્યામભાઈ પટેલ તથા સત્સંગ સમાજ ધ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ભગવાનના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. જેમાં સંતો મહંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!