OBC, SC, ST એકતા મંચ દ્રારા LRDના કાળા કાયદાના વિરોધમા પ્રાંત કચેરી ખાતે આવેદન

સાબરકાંઠા જિલ્લા OBC, SC, ST એકતા મંચ દ્રારા LRDના કાળા કાયદાના વિરોધમા આજે ઇડર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. છેલ્લા કેટલાય દિવસથી ગાંધીનગર ખાતે ઓબીસી એસસી એસટી સમાજની યુવતિઓ 01/08/2018 નો R L D નો ઠરાવ રદ કરવા માટે ઉપવાસ પર બેસી છે જેના સમર્થનમા આજે ઇડર પ્રાંત ઓફીસ ખાતે સાબરકાંઠા OBC, SC, ST ના યુવાઓ દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યુ અને ઉપવાસ પર બેઠેલી દીકરીઓને જલ્દી ન્યાય મળે તેવી રજૂ વાત કરવામા આવી હતી. જેમા સાબરકાંઠા જિલ્લા OSS એકતા મંચ પ્રમુખ સુરેશસિંહ સોલંકી, કમલેશજી ઠાકોર ઇડર, છગનભાઇ વણઝારા, ભીખાભાઇ પરમાર, વિક્રમભાઇ સુતરીયા, મંગલભાઇ રાવત અને OBC, SC, ST સમાજના અગ્રણીઓ અને યુવાઓ હાજર રહ્યા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)