નર્મદામાં અતિ કુપોષિત ૫૧૭૩ જેટલાં ભૂલકાઓને દત્તક લેતાં પાલકવાલીઓ

નર્મદામાં અતિ કુપોષિત ૫૧૭૩ જેટલાં ભૂલકાઓને દત્તક લેતાં પાલકવાલીઓ
Spread the love
  • ૧૧૦ જેટલાં બાળકોને અપાયું અન્નપ્રાશનઃ વાનગી હરિફાઇમાં ૩૪૫ માતાઓ અને બાળતંદુરસ્તની હરિફાઇમાં ૪૬૦ ભૂલકાઓએ લીધેલો ભાગ
  •  વાનગી હરિફાઇમાં વિજેતા ૪૬ માતાઓ અને બાળતંદુરસ્ત હરિફાઇમાં વિજેતા
  •  ૪૬ ભૂલકાઓને મહાનુભાવોના હસ્તે ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં
  • પોષણ અભિયાન દરમિયાન પ્રત્યેક કાર્યક્રમમાં પોષણ અદાલતના નાટયપ્રયોગ થકી પોષણયુકત આહાર, સ્વચ્છતાનો અપાયો સંદેશ

રાજપીપળા,

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયના બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણસ્તરમાં વધારો કરવાના હેતુસર ગત તા. ૩૦ મી જાન્યુઆરી, ૨૦૨૦ થી તા. ૧ લી ફેબ્રુઆરી,૨૦૨૦ દરમિયાન હાથ ધરાયેલા ત્રિદિવસીય રાજયવ્યાપી પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ ઉકત દિવસો દરમિયાન જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો ઉપરાંત રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિત કુલ ૨૩ બેઠકોના વિસ્તારોમાં રાજયકક્ષાના વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં ઉકત અભિયાન અન્વયે સફળ કાર્યક્રમો યોજાયાં હતાં, જેનો જિલ્લાના સંબંધિત લાભાર્થી ભૂલકાઓને સવિશેષ લાભ અપાયો હતો.

નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતના વિસ્તારો ઉપરાંત રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં યોજાયેલા ઉકત કાર્યક્રમો દરમિયાન ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૅા. રાજીવકુમાર ગુપ્તા, ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમના ઉપાધ્યક્ષશ્રી અને મેનેજીંગ ડીરેકટરશ્રી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એસ.જે.હૈદર, જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમ, વનવિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી શ્યામલ ટીકાદર્શ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી સી.એન.ચૌધરી, ન્યટ્રીશન મિશનના કન્સલ્ટન્ટશ્રી મહેશભાઇ પરમાર, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદારશ્રી આર.વી.બારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તાવિયાડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૅા. કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૅા. વિપુલ ગામીત, આરસીએચઓ ડૅા. દિનેશ બારોટ, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરી, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તમામ બ્લોક હેલ્થ ઓફિસરશ્રીઓ, તમામ બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ વગેરેએ ખાસ ઉપસ્થિત રહીને બાળકો, વાલીઓ વગેરેને પ્રોત્સાહિત કર્યા હતા.

નર્મદા જિલ્લામાં ઉકત સમયગાળા દરમિયાન યોજાયેલા પોષણ અભિયાન દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ વગેરેના હસ્તે જિલ્લાના અતિ કુપોષિત-૫૧૭૩ જેટલા બાળકોને સુપોષિત કરવા માટે દત્તક લેનાર ૪૩૮૦ જેટલા પાલક દાતાઓને પ્રશસ્તિપત્ર અને પાલકવાલીઓને બેઝ એનાયત કરી તેમનું અભિવાદન કરાયું હતું. તેવી જ રીતે આ અભિયાન દરમિયાન ૧૧૦ જેટલાં બાળકોને અન્નપ્રાશન અપાયું હતું. તેની સાથોસાથ આંગણવાડીના લાભાર્થી ભૂલકાંઓની માતાઓની યોજાયેલી વાનગી હરિફાઇમાં ૩૪૫ જેટલી માતાઓએ ભાગ લીધો હતો અને તેમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ૪૬ વિજેતા માતાઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહન ઇનામો એનાયત કરાયા હતા. જયારે લાભાર્થી ભૂલકાંઓની યોજાયેલી બાળ તંદુરસ્તી હરિફાઇમાં ૪૬૦ જેટલાં ભૂલકાંઓએ ભાગ લીધો હતો, જેમાં ૪૬ જેટલાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા ભૂલકાઓને પણ મહાનુભવોના હસ્તે પ્રોત્સાહન ઇનામો એનાયત કરી ભૂલકાંઓને પ્રોત્સાહિત કરાયા હતા. તદ્ઉપરાંત ઉકત તમામ કાર્યક્રમો દરમિયાન પોષણ અદાલતની રજુ થયેલી પ્રચારલક્ષી નાટયકૃતિના માધ્યમથી પોષણયુકત આહાર અને સ્વચ્છતાનો સંદેશ પુરો પડાયો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!