હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ગંદકીનુ સામ્રાજ્ય જ્યાં જુવો ત્યાં ગંદકી

હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ગંદકીનુ સામ્રાજ્ય જ્યાં જુવો ત્યાં ગંદકી
Spread the love

હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં જ્યાં જુવો ત્યાં ગંદકી , જોવા મળે છે સરકારી દવાખાના માં તો સ્વચ્છતા અભિયાન ના માત્ર કાગળ પર દેખાય છે હિંમતનગરના સહકારી જીન વિસ્તાર નજીક અને હાડીયોલ ની સીમમાં આવેલ સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજમાં છેલ્લા કેટલાક સમયથી લોલમલોલ ચાલી રહ્યુ છે તો બીજી તરફ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સત્તાવાળાઓની નિષ્કાળજી અને અનાવડાટને કારણે રોજબરોજ સિવિલમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ગમે ત્યાં ફેકી દેવાતા મેડીકલ વેસ્ટને લીધે રોગચાળો ફેલાવવાનો ભય રહ્યો છે. સિવિલનો વહીવટ ખાડે ગયાની બૂમ ‘ બીજી તરફ દર્દીઓની સારવાર, બાદ નીકળતો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેને ગમે ત્યાં ફેંકી દેવામાં છે જેના લીધે સારવાર આપતી સિવિલ આગામી દિવસોમાં રોગચાળો ઉદભવ સ્થાન બને તો નવાઈ નહીં.

આ અંગેની વિગત એવી છેહિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચો સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવાઈ છે જ્યાં રોજબરોજ રાજસ્થાન, સાબરકાંઠા અને અરવલ્લી માંથી જરુરિયાત મંદ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે પરંતુ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પ્રથમ વખત આવનાર દર્દી ને કોઈ જાણકારી માંગે તો જવાબ આપવાનો બદલે ધૂતકારી કંઠવામાં આવે છે જેના કારણે ગરીબ દર્દીઓની હાલત ના કહેવાય કે ન સહેવાય તેવી થઈ અને સિવિલમાં સારવાર લેવા આવતા દર્દીઓ અનેક વખત તબીબો દ્વારા લખી અપવમાં આવતી દાવો હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોતી નથી જેને લઈને અવારનવાર દર્દીઓને પૈસા ખર્ચીને જરૂરી દવાઓ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી લાવવી પડે છે જે પાછળનું કારણ સમજી શકાતું નથી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!