દહીંથરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઓ દ્વારા જાતે તૈયાર કરેલ અનેકો વ્યજનોનું વેચાણ પ્રદર્શન

દામનગરના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આનંદ બજાર કાર્યક્રમ યોજાયો શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આનંદ બજારમાં વિદ્યાર્થી ઓ એ જાતે તૈયાર કરેલ અનેકો વ્યજનોનું વેચાણ પ્રદર્શન યોજાયું હતું અને દહીંથરા ગામજનોએ બાળકો દ્વારા તૈયાર કરેલ અનેકો વ્યજનો ખરીદી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો બાળકોમાં વેપાર વૃત્તિ ઓ વિકાસ વાણિજ્ય જ્ઞાન વધે માર્કેટીંગ સમજ કેળવાય તેવા ઉમદા હેતુએ દહીંથરા પ્રાથમિક શાળા સંકુલમાં આનંદ બજાર કાર્યક્રમ યોજયો દિવસ ભર ભારે ચહલપહેલ જોવા મળી ખાદ્યપદાર્થો નું વેચાણ કરતા બાળકો પાસે અનેકો વાલીઓએ વિવિધ વ્યજનો ખરીદીને આરોગ્ય હતા ખૂબ ખુશી સાથે ઉત્સાહ વર્ધક આનંદ બજાર વિદ્યાર્થી ઓ માં આનંદ રૂપ બન્યો હતો.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા