કેજરીવાલ વડાપ્રધાન હોય તો દેશની કાયાપલટ થઈ જાય…

- કેજરીવાલ વડાપ્રધાન હોય તો દેશની કાયાપલટ થઈ જાય…કેજરીવાલ મોદી સાહેબની માફક ફેકમફેક નહીં..શાંતિથી કામ કર્યે જાય છે
- સાચો વિકાસ કોને કહેવાય ખબર છે..? આવો સરખાવીએ દિલ્હીમાં કેજરીવાલના ૨ વર્ષના શાસનને અને ગુજરાતમાં ભાજપના 22 વર્ષના શાસનને
- કેજરીવાલ વડાપ્રધાન હોય તો દેશની કાયાપલટ થઈ જાય…કેજરીવાલ મોદી સાહેબની માફક ફેકમફેક નહીં..શાંતિથી કામ કર્યે જાય છે……આ પોસ્ટ રાજકીય નથી માટે ખરાબ કોમેન્ટ ન કરવા વિનંતિ છતાંય કરવી હોય તો પછી કોઈ અપેક્ષા નથી
- સાચો વિકાસ કોને કહેવાય ખબર છે..? આવો સરખાવીએ દિલ્હીમાં કેજરીવાલના ૨ વર્ષના શાસનને અને ગુજરાતમાં ભાજપના 22 વર્ષના શાસનને..
દિલ્હી : છેલ્લા ૨ વર્ષમાં ૨૨૪ નવી સરકારી શાળા બાંધવામાં આવી. ૪૦ થી વધારે સરકારી શાળાઓને, ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી.
ગુજરાત : ભાજપના શાસનમાં ખાનગી શાળાઓને ફાયદો કરાવવા ૧૦૦૦થી વધુ સરકારી શાળાઓને તાળાં લગાવાયા. ભાજપના તમામ નેતાઓની ખાનગી શાળા-કોલેજમાં ભાગીદારી. શિક્ષણનું સંપૂર્ણપણે વ્યાપારીકરણ.
દિલ્હી : ધોરણ ૧૨ પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ૧૦ લાખ સુધીની લોન કોઈ પણ ગેરેન્ટર વગર. ખુદ સરકાર જ બેંકમાં ગેરેન્ટર બનશે.
ગુજરાત : ઉચ્ચ અભ્યાસ માટે કોઈ જ યોજના નથી.
દિલ્હી : સરકારી શાળાના શિક્ષકોનો લઘુતમ પગાર ૩૦,૦૦૦ સુધી કરાયો.
ગુજરાત : ફિક્સ પગારદાર પ્રથા. ૭૮૦૦ માસિક પગાર.
દિલ્હી : સરકારી શાળામાં દરરોજ મધ્યાહન ભોજન માં મધર ડેરી નું ૨૦૦ml flavored મિલ્ક અને પોષણયુક્ત આહાર.
ગુજરાત : અપૂરતો અપોષણયુક્ત આહાર. કુપોષિત બાળકોમાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે!
દિલ્હી : દેશમાં સૌથી ઓછા વીજળીના યુનિટ ભાવ.
ગુજરાત : અદાણી-અંબાણી સંચાલિત વીજળી કંપનીને ફાયદો કરાવવા ખૂબ ઊંચા ભાવો. દર ૬-૧૨ મહિને ભાવ વધારો.
દિલ્હી : પાણી વેરો સંપૂર્ણ માફ.
ગુજરાત : પાણી આવે કે ન આવે. વેરો જરૂર ભરવાનો.
દિલ્હી : શહિદ થયેલા સૈનિક/પોલીસ ના પરિવારને ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય. દેશમાં સૌથી વધુ.
ગુજરાત : ‘વિકસિત’ ગુજરાતમાં ફક્ત ૪ લાખની સહાય આપવામાં આવે છે. દેશમાં સૌથી ઓછી.!
દિલ્હી : સરકાર દ્વારા વૃદ્ધ વ્યક્તિઓ માટે ૫ પવિત્ર યાત્રાધામની મફત યાત્રાની યોજના.
ગુજરાત : કોઈ જ યોજના નહીં.
દિલ્હી : ફક્ત બે વર્ષમાં શાસનમાં દિલ્હી મુંબઈને હટાવી દેશની આર્થિક રાજધાની પણ બની.
ગુજરાત : સરકાર દ્વારા વ્યાપારીઓને નિરંતર હેરાન-પરેશાન કરવાની વિકલાંગ માનસિકતા.
દિલ્હી : સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધના અનેક પગલાઓથી બે જ વર્ષમાં ભ્રષ્ટાચારમાં ૭૬% નો ઘટાડો.
ગુજરાત : ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોઈ જ યોજના નહીં. મંત્રી-નેતા-સરકારી બાબુથી લઈ કાર્યકર્તા સુધી ભ્રષ્ટાચારની બોલબાલા. કોઈ જ સરકારી કામ લાંચ આપ્યા વગર શક્ય નહીં.
દિલ્હી : મોદી સરકારની સતત અડચણો છતાંય પ્રજા માટે દિન રાત કામ કરતા, લડતાં નેતાઓ.
ગુજરાત : ૨૨ વર્ષના શાસનના નશામાં ચકચૂર નેતાઓ. અહંકાર, ઘમંડમાં પુરેપુરા મદહોશ. પાંચ વર્ષે ચૂંટણી વખતે જ જોવા મળે.
દિલ્હી : પાક નિષ્ફળ જતા ખેડૂતોને ₹૫૦,૦૦૦/હેક્ટર સુધીનું વળતર. દેશમાં સૌથી વધુ.
ગુજરાત : પાક વિમાની કોઈ જ યોજના નથી.
દિલ્હી : આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો ફકત એક ફોન કરી ઘેર બેઠા મેળવી શકાય છે. એ પણ કોઈ પણ જાતના વધુ ચાર્જ વગર!
ગુજરાત : સરકારી ઑફિસે વારંવાર ધક્કા ખાવો, સરકારી બાબુઓને લાંચ ચૂકવો તો જ દસ્તાવેજ મળે!
દિલ્હી : યુવાઓના રોજગાર માટે સરકાર દ્વારા દર બે મહિને વિશાળ ભરતી મેળાનું આયોજન.
ગુજરાત : પાંચ વર્ષે ચૂંટણી આવે તે પહેલાં એકાદ વખત આવો ભરતી મેળો ગોઠવી યુવાઓને મૂર્ખ બનાવી દેવાઇ છે.
દિલ્હી : છેલ્લા ૨ વર્ષમાં જ સરકાર દ્વારા વિધવા પેન્શનમાં ૧૦૦% વધારો, વૃદ્ધ પેન્શનમાં ૬૭%, લઘુતમ રોજગરમાં ૩૫%, DTC કર્મચારીનો પગાર ૫૦%, મુલાકાતી શિક્ષકોનું ભથ્થું ૯૦%, અને NHM કર્મચારીઓના પગારમાં ૧૦૦% નો વધારો કરવામાં આવ્યો છે.!!
ગુજરાત : વર્ષોથી ફિક્સ પગાર ની અત્યાચારી અમાનવીય પ્રથા લાગુ. પુરા ભારતમાં ફિક્સ પગારની પ્રથા હોય તેવું એક માત્ર રાજ્ય. સરકારી તાયફાઓ કરવા કરોડો રૂપિયા છે પણ કર્મચારી માટે નથી.
દિલ્હી : “મહોલ્લા કલીનીક” જેવી વિશ્વ પ્રખ્યાત યોજનાથી એક એક ઘર સુધી મફત સ્વાસ્થ્ય સેવા પહોંચાડવામાં આવી. મહોલ્લા કલીનીકમાં યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, X-ray જેવા ૩૨ ટેસ્ટ બિલકુલ મફત. પુરા દિલ્હીમાં આવા ૧૦૦૦+ મહોલ્લા કલીનીક બનાવવામાં આવશે. અંદાજે ૧૭૦+ કાર્યાન્વિત.
ગુજરાત : સરકારી હોસ્પિટલો ખુદ દર્દી બની ચૂકેલ છે. અપૂરતો સ્ટાફ, અપૂરતી સુવિધાઓ, ભ્રષ્ટાચારથી ખદબદતી સરકારી હોસ્પિટલો. ખાનગી હોસ્પિટલમાં સરકારના મંત્રીઓની સાંઠગાંઠ…
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)