દેલા પાસે સુજલામ સુફલામ કેનાલમાં મહેસાણાનાં પ્રેમીપંખીડાનો આપઘાત

મહેસાણાના શંકરપુરામાં રહેતાં બે પ્રેમીપંખીડાંએ મંગળવારે સવારે કમરે દુપટ્ટો બાંધી વિસનગર રોડ પર દેલા-બાસણા વચ્ચે સુજલામ સુફલામ કેનાલમાં પડી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં યુવકે તેના મોબાઇલમાં 19 સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો, જેમાં અમે બે મરવા જઇએ છીએ, આ કેનાલ રહી જુઓ, પરણાવતા નથી ને… તેમ કહેતો દેખાય છે. આ મોબાઇલ કેનાલ પરથી મળી આવ્યો હતો. બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસે મૃતક યુવક અને યુવતીના પરિવારજનોનાં નિવેદન લીધાં હતાં, જેમાં બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું હતું.