રાજકોટ શહેર ઇમિટેશનના દાગીના બનાવતા કારખાનેદાર પર હુમલો

રાજકોટ શહેર તા.૨૩.૨.૨૦૨૦ ના રોજ મોરબી રોડ પર રહેતા ઇમિટેશનના દાગીના બનાવતા કારખાનેદાર ધર્મેશભાઇ પ્રદીપભાઇ ભીમાણીને ૨ લાખની ઉઘરાણી કરતાં તેના જ કારખાનાના મેનેજરે ૧૦હજારની સોપારી આપી. કારખાનેદાર પર હુમલો કરાવ્યો હતો. સોપારી લેનાર ત્રિપુટીએ કારખાનેદારનું અપહરણ કરી છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં કારખાનેદારને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)