કાંકરેજના કાકર તળાવમાં યુવક ડૂબાયો

કાંકરેજના કાકર ગામે તળાવના પાણીમાં એક યુવક ડૂબાયો હતો કાકર ગામનો એક 25 વર્ષીય યુવક ગામના ગુંદરે આવેલ તળાવમાં નાહવા ગયો હતો ત્યારે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં શોધખોળ હાથ ધરવામાં આવી પાણીમાં ડૂબવા લાગ્યો હતો ત્યારે આજુબાજુ માં કોઈ ન હોવાથી મોતને ભેટ્યો સ્થાનિક તરવૈયા દ્વારા દિનેશ જયચંદ રાવળ ઉમર લગભગ ૨૫ વર્ષ મૂળ કાંકરેજ તાલુકાના કાકર નો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ગામ લોકો એ તાત્કાલિક અસરથી કાંકરેજ મામલતદાર કચેરીમાં જ્યારે કાકર ગામના સરપંચ ચેનાજી ઠાકોરે શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી આ લખાય ત્યાં સુધી યુવકની લાશ મળી ના હતી.