વિદેશીદારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

સુચના અન્વયે તા.૨૫.૨.૨૦૨૦ ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર હરપાલસિંહ જાડેજા તથા જેનતિગીરી ગોસ્વામી તથા મુકેશભાઈ ડાંગર નાઓને ખાનગીરાહે મળેલી હકીકત બાતમીના આધારે રૈયાધાર વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
ભુપેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા. ઉ.૨૫ રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર રાજકોટ.
મુદામાલ
ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ. ૨૪૦ કિ. ૭૨.૦૦૦ તથા વરના કાર નં. GJ.૧૮.AB ૯૬૪૮ કિ. ૩.૦૦.૦૦૦ મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર તથા એમ.વિ.રબારી તથા રાજેશભાઈ.એન.મિયાત્રા તથા હરપાલસિંહ જાડેજા તથા જેનતિગીરી ગોસ્વામી તથા મુકેશભાઈ ડાંગર.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)