સોજા કેન્દ્રમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો શુભારંભ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત શાળાંત પરીક્ષા (SSC) ગુજરાતભરમાં આજથી શરૂ થઈ રહી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ખાતે પણ આ પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં શુભારંભ થયો છે. સોજા કેન્દ્રમાં સોજા સહિતના આસપાસના ગામોની સાત શાળાના 543 જેટલાં અધ્યેતાઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી અને સારસ્વત મિત્રો તેમજ સોજા કેળવણી મંડળના પદાધિકારીઓ, માજી સરપંચશ્રીઓ, કલોલ તાલુકા પંચાયતના પૂર્વ અને પ્રવર્તમાન સદસ્યશ્રીઓ સહિત અનેક મહાનુભાવો દ્વારા પરીક્ષા આપનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને આવકારીને તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.