ફિલ્મી ઢબે બે દારૂ ભરેલ ગાડી ઝડપી પાડતી ધાનેરા પોલીસ

ગુજરાત ડીજીએ પણ દારૂબંધીનો અમલ કરાવવા સખત આદેશ આપ્યા છે. જો વાત કરવામાં આવે ધાનેરાની તો રાજસ્થાનને અડીને આવેલુ હોવાથી ઘણા બુટલેગર ચોરી છુપીથી અન્ય શહેરોમાં દારૂ લઈ જતા હોય છે જે અનુસંધાનમાં જ બે ગાડી દારૂ ભરીને આવતી હોવાની બાતમી ધાનેરા પોલીસને મળી હતી. જેને લઈ ધાનેરા પી.આઈ. અને રવીકુમાર વિક્રમભાઈ ગોવિદભાઈ અને ભીખાભાઈ એ વોચ ગોઠવી ગાડી આવતા ફિલ્મી ઢબે પીછો કરતા આખરે બે ગાડીની સાથે બને ગાડી ચલાવતા ઈસમો પકડાઈ જવા પામ્યા છે બને ગાડીમાંથી 25 પેટી જેટલો બિયર અને દારૂ પકડાઈ જવા પામ્યો છે. ધાનેરા પોલીસે પીછો કરતા એક ગાડી તો રસ્તાની બાજુમાં આવેલી ચોકડીમાં નાખતા આખરે ગાડી પકડાઈ જવા પામી હતી. આમ ધાનેરા પોલીસેને મોડી રાત્રે આખરે ધાનેરા પોલીસને મોટી સફળતા મળી.