કોરોના વાયરસ સામે મનપા ઉદાસીન, જાગૃતિ માટે એક પણ બોર્ડ લગાવ્યું નહીંઃ વિપક્ષ નેતા

રાજકોટ,
કોરોના વાયરસને લઇને મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ કમિશનર ઉદિત અગ્રવાલને પત્ર લખ્યો છે. જેમાં તણે જણાવ્યું છે કે, જીવલેણ કોરોના સામે એક પણ જન જાગૃતિનું બેનર કે હો‹ડગ લગાવ્યું નથી. આથી રાજકોટ મનપા ઉદાસીન છે. લોકોને કોરોના વાયરસથી બચવા અને ઉપાયોની માહિતી આપવા માંગ કરી છે.
વિપક્ષ નેતાની માંગ આ પ્રમાણેની છે. શહેરના જાહેર સ્થળો કે જ્યાં લોકોની વધુમાં વધુ અવરજવર હોય ત્યાં મનપા દ્વારા આ વાયરસથી બચવા માટે હો‹ડગ્સ લગાડવામાં આવે અને લોકોને જાગૃત કરવામાં આવે. શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલા ખાનગી હો‹ડગોને પણ હાયર કરી જાહેર ખબરના માધ્યમથી લોકોને યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવે.
વર્તમાન પત્રો અને મીડિયાના માધ્યમથી મનપાના આરોગ્ય તંત્ર દ્વારા લોકોને યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે અને આ વાયરસથી કેમ બચી શકાય તેવા ઉપાયો સૂચવવામાં આવે.
મનપાના તમામ આરોગ્ય કેન્દ્રો, પીએચસી-યુપીએચસી સેન્ટરો, સરકારી શાળાઓ, ધાર્મિક સ્થળો, સરકારી સિવિલ હોÂસ્પટલ અને ખાનગી હોÂસ્પટલોમાં હો‹ડગ્સો, સ્ટીકર વગેરેનું વિતરણ કરી લોકોને જાગૃત કરવામાં આવે.