૨૦ હજારની લાંચમાં વીમા નિગમની કચેરીનો મેનેજર બે દિવસના રિમાન્ડ પર

સુરત,
રાજ્ય વીમા નિગમની કચેરીનો મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવસિંધ પાલ ૨૦ હજારની લાંચમાં એસીબીના હાથે પકડાયો હતો. એસીબીએ તેની ધરપકડ કરી બુધવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. લાંચીયા મેનેજર પાલને કોર્ટએ બે દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડ દરમિયાન અન્ય કોની કોની પાસે લાંચ માંગી છે અને તેની સાથે અન્ય કોઈ ઓફિસર કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.
લાંચીયા મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવસિંધ પાલ પાલ અડાજણ ધરતી નમકીનની સામે શાંતિવીલા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહે છે, જયા એસીબીએ સર્ચ કર્યુ હતું, જયાથી કેટલાક ડોક્્યુમેન્ટો એસીબીને હાથ લાગ્યા છે. વધુમાં આ કેસમાં વિધવા પાસેથી પેન્શન મજૂર કરવા માટે ૨૦ હજારની લાંચ માંગી હતી. આ લાંચને મામલે વિધવાના પુત્રએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ છટકું ગોઠવી લાંચીયા મેનેજરને રંગેહાથે પકડી પાડયો હતો.