સીએએના સમર્થનમાં અને શાહીનબાગ ખાલી કરાવવા ક્લેક્ટરને આવેદનપત્ર અપાયું

સુરત,
રાષ્ટÙવાદી યુવા વાહિની દ્વારા સીએએના સમર્થનમાં અને શાહીનબાગ ખાલી કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ક્લેક્ટર કચેરીએ નારેબાજી કરતાં લોકોએ જણાવ્યું હતું કે, જવાનો પર સીએએના નામે હુમલા કરી મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યાં છે. ત્યારે આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા અપાવવી જાઈએ. સાથે જ શાહીનબાગમાં ગેર માંગણીઓ કરનારને ત્યાંથી હટાવીને શાંતિ સ્થાપવી જાઈએ.
યુવા વાહિનીના કાર્યકરોએ જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો દ્વારા દેશની અંદર સુરક્ષા કરનારા પોલીસ સુરક્ષા કર્મીઓ પર જીવલેણ હુમલા કરનારા અને દેશના લોકોની મિલકતોને નુકસાન કરનારા અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી થવી જાઈએ.દેશની મિલકતોને નુકસાન કરનારા પાસેથી જ તેની ભરપાઇ કરવા માટે રાષ્ટÙપતિને કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.