શહેરાના વાઘજીપુર ચોકડી પરથી સફેદ પંથ્થર ભરેલ ટ્રકને કબ્જે લીધી

છેલ્લા કેટલાય સમયથી સફેદ પથ્થરની ચોરી થતી હોવાની ફરિયાદો અધિકારીયો ને સાભળવા મળતી હોય છે જેને લઇ ને અધિકારીયો એ કેટલીક સફેદ પંથ્થર ભરેલ ટ્રકોને ઝડપી પાડી હતી જેમા એક સફેદ પથ્થર ભરેલ ટ્રક નો વધારો થયો શહેરા પ્રાન્ત અધિકારી જે. એચ. બારોટ શહેરા ગોધરા હાઇવે પર હતા. તે સમય દરમ્યાન એક સફેદ પથ્થર ભરેલ ટ્રક નંબર જી જે 16 ટી 7770 વાઘજીપુર તરફથી આવતા તેને રોકી ટ્રક ચાલક પાસે પાસ પરમીટ માગતા પાસ પરમીટ નહી મલતા પ્રાન્ત અધિકારીએ સફેદ પંથ્થર ભરેલ ટ્રકને શહેરા તાલુકા સેવા સદનમા કબ્જે કરી કાયદેસરની કાર્ય વાહી હાથ ધરી છે.
સૌથી મહત્વની વાત તો એ છે કે શહેરાના માર્ગો પરથી પસાર થતી સફેદ પથ્થર ભરેલ ટ્રકો કયાથી સફેદ પથ્થર ભરીને આવતી હોય છે અને જે લીઝનો પાસ પરમીટ બતાવવામાં આવી છે તે લીઝમા સફેદપંથ્થર છે કે કેમ કે પછી માત્ર જેતે લીઝના નામના પાસ પરમીટ બનાવીને અન્ય જગ્યાએથી સફેદ પંથ્થરની ચોરી કરી ખોટા પાસ પરમીટ બનાવાતા હોય છે તે અંગે શહેરા પ્રાન્ત અધિકારી તેમજ શહેરા મામલતદાર તેમજ ખાણ ખનીજ વિભાગે ઝીણવટ ભરી તપાસ કરવાની જરૂર છે. જો આ અંગે તપાસ થાય તો સફેદ પથ્થરનો કાળો કારો બાર કરનાર ખનીજ માફિયાઓની મોટાપાયે ખનીજ ચોરી બહાર આવે તેમ છે.
ઇકબાલ શેખ (પંચમહાલ)