જામનગરમાં કોરોનાનો શંકાસ્પદ કેસ નોંધાયો, રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ રાહત

- યુવાનને જી. જી. હોસ્પિટલમાં રખાયોઃ સાઉથ કોરીયા અને જાપાનમાં ૨૫ વર્ષનો જામનગર યુવાન રોકાયા બાદ ગઈકાલે બપોરના પોર્ટ પર જામનગર આવતા શરદી, ઉધરસના લક્ષણો જણાતા જી. જી. હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કરાયો દાખલ
જામનગરમાં કોરોના સામે તંત્ર ખડે પગે છે. ત્યારે ગઈકાલે બપોરના જામનગરનો યુવાન સાઉથ કોરીયા અને પાનના પ્રવાસેથી પોર્ટ દ્વારા જામનગર આવતા તેને શરદી, તાવ, ઉધરસના લક્ષણો જણાતા તાત્કાલીક અસરથી જી.જી. હોસ્પિટલનાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે, શંકાસ્પદ કોરોનાનો દર્દી હોય તેમના બ્લડનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેના રિપોર્ટ આવવાના બાકી છે. રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થશે, બીજી તરફ જિલ્લા કલેકટર રવિશંકરે પણ પ્રેસ કોન્ફોરન્સમાં આવી માહિતી આપી હતી.
જામનગરમાં રહેતો એક ૨૫ વર્ષનો યુવાન થોડા સમય પહેલા સાઉથ કોરીયા અને જાપાનના પ્રવાસે ગયો હતો. ત્યાં રહ્યા બાદ ગઈકાલે બપોરે તે જામનગર આવ્યો હતો. પરંતુ તેને તાવ, શરદી, ઉધરસનાં લક્ષણો જણાતાં તેમના સેમ્પલ લઈને લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. જયાં જી.જી. હોસ્પિટલના માઈક્રો બાયોલોજી વિભાગના ડોકટરો પરીક્ષણ કરી રહ્યા છે, તેઓ પેલા સ્વાઈન ફલૂના રોગનું પરીક્ષણ કરી રહ્યા છે, તેઓ પેલા સ્વાઈન ફલૂના રોગનું પરીક્ષણ કરશે, સેમ્પલ લેવાયા બાદ ૮ કલાક દરમ્યાન રિપોર્ટ મોડી રાત્રે ૨ વાગ્યા બાદ આવે તેવી શક્યતા છે.
રોહિત આર. મેરાણી (જામનગર)