આઈવેન્ટસ ઈન્ડિયા દ્વારા રંગ રસીયા-2020નું અદભૂત આયોજન

10મી માર્ચના રોજ આઈવેન્ટસ ઈન્ડિયા દ્વારા રંગ રસીયા – 2020નું અદભૂત આયોજન કુડાસણ ગાંધીનગર ખાતે આવેલ નાગરાજ ફાર્મમાં સવારે 9:00 વાગ્યે થી 4:00 વાગ્યા સુધી તમામ લોકો હોળીના આ રંગના પર્વમાં રંગાઈ જશે તેવુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા (જીગા બાપુ) ઉપસ્થિત રહી આવેલ યુવા રંગીલાઓને હોળીના પર્વની શુભકામના પાઠવશે.
યુવા રંગીલાઓ ને આનંદ અને જલસા કરાવવા માટે જાણીતા એવા ટીક-ટોક સ્ટાર અમદાવાદીમેન, ખુશ્બુ આસોડીયા, એન્કર શિવાની ભટ્ટ, અગોરી મુજાક ગ્રુપ, યારા ગેંગ, ડી.જે અનબિટેબલ, ડી.જે વીકી, ડી.જે સેવન એમ એસ, એક્ટર આર. જે. રૂહાન જેવા અનેક સુપ્રસિદ્ધ વ્યક્તિઓ યુવા રંગીલાઓ ને ભરપુર આનંદ આપી અદભૂત હોળી પર્વની ઉજવણી કરાવશે.
રંગ રસીયા – 2020 એક ઈકો ફ્રેન્ડલી હોળી સેલિબ્રેશન છે જેમાં અલગ અલગ રંગના ગુલાલ ઉપયોગ કરવામાં આવશે. આ ઈવેન્ટમાં મનીષા કન્સ્ટ્રકશન, રાધે-રાધે પરીવાર, રૂદ્રાક્ષ ઈવેન્ટ, નેટવર્ક ન્યૂઝ ગુજરાત, બ્લેક પોઝીશન, જેડમેન સિક્યોરિટી, પીક્ષલમેન સ્ટુડિયો, એસ એસ પી સાઉન્ડ, જેવા અનેક લોકોના સાથ સહકાર થી ઈવેન્ટને સફળ બનાવવામાં આવશે. તેથી આઈવેન્ટસ ઈન્ડિયા તમામ સપોર્ટર સંસ્થાઓનો હૃદય પુર્વક આભાર માને છે.