એસ.વી.આઇ.ટી. વાસદ ખાતે ફાયર સેફ્ટીની ટ્રેનિંગ

શૈક્ષણિક સંસ્થા તકક્ષશિલા અગ્નિકાંડ સુરતમાં જે થયું તે પછીથી રાજ્યમાં બીજી આવી ઘટના ન બને તે હેતુથી સરકાર અને સંસ્થાઓ કદમ ઉઠાવી રહી છે. આના અનુસંધાનમાં એસ.વી.આઈ.ટી. વાસદના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગ્નિશામક યંત્રો સમગ્ર સંસ્થામાં લગાવવા માં આવ્યા છે.
આ અગ્નિશામક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, આપાતકાલિન સ્થિતિમાં શું ધ્યાનમાં રાખવું, કયા નિયમોનું પાલન કરવું, અગ્નિ માટેની વિવિધ સજ્ઞાન/ચિનહો ની જાણકારી આપવા માટે સ્ટાફ અને વિદ્યાર્થી ઓ માટે લેક્ચર તેમજ પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને મોકડિલ નું આયોજન રાહુલ જૈન (જૈન ફાયર સોલ્યુશન, વડોદરા) ના સહયોગ થી કરવામાં આવ્યું હતું.
મોકડિલમાં, અગ્નિના પ્રકારો, તે કયા પ્રકારની આગ છે તે અને તેની ઉપર કાબૂ મેળવવા માટે કયા અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરવો વગેરેની માહિતી આપવામાં આવી હતી. અગ્નિશામકો જેવાકે ફાયર ટ્રોલી અને પોર્ટેબલ, ફાયર નળી અને હાઇડ્રેન્ટ્સ, કેબિનેટ્સ અને સ્ટેન્ડ્સ, ફીણ ઇન્ડક્ટર્સ અને શાખા પાઈપો,હેલિડેક ફીણ મોનિટર, સીઓ 2, એફએમ 200 ઇર્જન વગેરે સહિતની ફાયર સપ્રેસન સિસ્ટમ્સ વિગેરે સાધનોની જાણકારી આપી હતી.
ત્રણ દિવસ આ કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.ના સ્વયંસેવકો રવિ દવે અને કુ. નેહા ભટ્ટ દ્વારા પ્રોગ્રામ ઓફીસર વિકાશ અગ્રવાલ ની દેખરેખમાં કરવામાં આવ્યું હતું. એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ, સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. તોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.