શિક્ષણ જગતને લગાવ્યું કલંક, નાનોલ ગામની શાળાનો શિક્ષક પીધેલ ઝડપાયો

થરાદ તાલુકાની નાનોલ ગામે આવેલી શાળાનો શિક્ષક દારું પીધેલ હાલતમાં મળી આવતા શિક્ષણ જગત પર કાળું કલંક લગાવતી ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો, જોકે જે ગુરૂ વિધાર્થીઓનું ઘડતર કરે છે એજ ગુરૂ નશીલી હાલતમાં હોઈ લોકોમાં પીધેલ શિક્ષક સામે ફિટકાર વરસાવ્યો હતો. નાનોલ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો ચિરાગભાઈ પટેલ જેઓ ભોરડું ગામેથી દારૂ પીધેલ હાલતમાં મળી મળી આવ્યો હતો, જે લુણાવાડા તાલુકાના કડાછલા ગામનો વતની છે જે ગત રવિવારે થરાદના ભોરડું પાસેથી નશીલી હાલતમાં પોલીસે ઝડપી પાડી દારૂડિયા શિક્ષકને કસ્ટડીના હવાલે કર્યો હતો.
વિધાર્થીઓને સારા શિક્ષણ મળે અને વિધાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે વાલીઓ શિક્ષકોના ભરોસે છોડી જ્ઞાન પ્રાપ્ત કરવા મોકલે છે પરંતુ જ્ઞાન આપનાર ગુરૂઓ જ આવા દારૂના રવાડે ચડીને તેઓ શું વિધાર્થીઓનું ઘડતર કરશે તેવા અનેક સવાલો ઉઠે છે, શિક્ષક ચિરાગભાઈ પટેલ ખુદ દારૂં પીધેલ હાલતમાં ઝડપાતા ગુરૂ ગોળ ખાતા હોય તો તેઓ ચેલાને શું સારી શિખામણ આપશે તેવા અનેક પ્રશ્નો વાલીઓના મુખે ગૂંજી ઉઠયા છે, તેમજ નશીલી હાલતમાં હોઈ લોકોએ તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરતાં લંપટ શિક્ષકના કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો, જોકે દારૂના નશામાં બફવાટ કરનાર શિક્ષક ચિરાગભાઈ પટેલને પોલીસે તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કસ્ટડીમાં ધકેલ્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ