પેટલાદ તાલુકાના આમોદ પે.સેન્ટર શાળાને દાતાશ્રી તરફથી ૮ નંગ ખુરશી ભેટમાં મળી

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના આમોદ પે.સેન્ટર શાળા ખાતે અવિરત દાન મળતું રહે છે જેનો યશ માત્રને માત્ર આચાર્ય એવા રશ્મિકાંત પરમારને જાય છે કારણ કે તેવો સારી એવી વહીવટી અને તેમના મિલનસાર સ્વભાવથી દાતાઓ તેમની ઉપર વિશ્વાસ મૂકીને દાન આપતા હોય છે ત્યારે તાજેતરમાં દાતાશ્રી તરફથી શાળાને ૮ નંગ ખુરશી મળતા આચાર્ય રશ્મિકાંત પરમાર સહિત શાળા પરિવાર તરફથી દાતાશ્રીનો આભાર માન્યો હતો.
પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)