વલસાડ ઉત્તર ભારતીય સમાજ દ્વારા વલસાડ સ્ટેશન પર માસ્ક વિતરણ

વલસાડ,
વલસાડમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ માટે વલસાડ રેલવે સ્ટેશન પર આરપીએફ, સફાઈ કર્મચારીઓ, ટિકિટ ચેકર, રેલવે કર્મચારીઓ, અધિકારીઓ, સ્ટેશન પર હાજર રહેલા તમામ મુસાફરો, નાગરિકોને માસ્ક વિતરણ કરી સેવા કામગીરી કરી હતી.
વિશ્વની સાથે ભારત દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના નામના વાયરસ એ પગપેસારો કર્યો છે. આ કોરોના વાયરસ ગુજરાત રાજ્યમાં પણ ફેલાયો છે. આ કોના વાઈરસને સામે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટરે કોરોના વાયરસ વધુ ફેલાતો અટકાવવા માટે જાહેરનામુ બહાર પાડી શહેરમાં આવેલા સિનેમાઘરો, શાળા, હોસ્ટેલ, મોલ, દુકાનો, હાટ બજાર, જીમ, ટ્યુશન ક્લાસ, સહીત કેટલાક ની દુકાનો બંધ કરવામાં આવી છે.
શહેરમાં ફેલાઈ રહેલા કોરોના નામના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે વલસાડમાં વસતા ઉત્તર ભારતીય સમાજના દ્વારા વલસાડ રેલવે સ્ટેશન પર રેલ્વે સ્ટેશન માસ્ટર, રેલવે કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, રેલ્વે આરપીએફ પોલીસ, રેલવે ટીકીટ ચેકર, સ્ટેશન પરના સ્ટોલ ઘારકો, તેમજ સ્ટેશન પર હાજર રહેલા તમામ નાગરિકો મુસાફરોને માસ્ક વિતરણ કરી સેવાકીય કામગીરી કરી હતી. ઉત્તર ભારતીય સમાજના યુવા આગેવાન આશુતોષ મિશ્રા, જયેશ પટેલ, અમરીશ મિશ્રા, શ્યામજી મિશ્રા, સુંદરમ મિશ્રા, રમેશ તિવારી, લાલજી ગોસઈ સહિત ઉત્તર ભારતીય સમાજના યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.