સાબરકાંઠા પોલીસની પ્રશંસનીય કામગીરી

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય મંડલીક સાહેબ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન પ્રાતિજ થી લઇ રાજેન્દ્રનગર સુધીના હાઈવે પર ચાલતા મજૂરી અર્થેથી અન્ય જિલ્લામાંથી પરત આવતા અન્ય કોઈ ટ્રાન્સપોટેશન સુવિધા ના હોઈ અને રાજસ્થાન ડુંગરપુર તથા ઉદેપુરના હોઈ લાંબા અંતર કાપી ચાલતા જતા હોય એસ.પી.સર એ માનવતાવાદી અભિગમ દાખવી પોલીસને સૂચના કરતા તે ગરીબ વર્ગ ના ચાલતા જતા લોકો ને નાસ્તા,પાણીની વ્યવસ્થા કરાવી અને ઉદયપુર, ડુંગરપુર જતા વાહનો માં કોઈ લોકો સંક્રમિત ના થાય અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે રીતે 4 લોકો એક વાહનમાં બેસાડી ઘરે પહોંચાડ્યા.
આથી સાબરકાંઠા પોલિસ દ્વારા પોત-પોતાના વતનમાં વાહનો ઉભા રખાવી અને પરિસ્થિતિથી વાંકેફ કરી અને તેઓને અત્રેના જિલ્લાના અલગ પોઇન્ટ જેમ કે સરકારીજીન ,મજરા,રાજેન્દ્રનગર પોઇન્ટ પર થી વાહનો માં પોતાના વતન નાસ્તો પાણી આપી રવાના કરેલ. આમ સાબરકાંઠા પોલીસે માનવતાવાદી અભિગમ દાખવી બહારના જિલ્લાઓ માંથી 144 ના લીધે ટ્રાન્સપોર્ટ ની કોઈ સુવિધા ઉપલબ્ધ ના હોઈ બહારના જિલ્લા માંથી દૂર દૂર થી ચાલતા આવતા લોકો ને નાસ્તો -પાણી અને વાહનો ની વ્યવસ્થા પુરી પાડી માનવતાભયુૅ નું કાર્ય કરેલ છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)