ગામડે જવા માટે ચાલતા જતાં રસ્તામાં ભૂખથી થયું મોત

દિલ્હીથી લોકડાઉનની વચ્ચે હાલ જે રીતે ભારતના રસ્તાઓ પર લોકોના ટોળે-ટોળે ચાલતા જતા જોવા મળી રહ્યા છે. શહેરોના શહેરો ખાલી થઈ રહ્યા છે. લાખો લોકોએ શહેરોમાંથી ગામડા તરફનું પલાયન કર્યું છે. ત્યારે ભારતના રસ્તાઓ પર હાલ દર્દભરી અનેક તસ્વીરો જોવા મળે છે. ત્યારે આ તમામની વચ્ચે વધું એક દર્દનાક તસ્વીર સામે આવી છે. અહીં એક 38 વર્ષના શખ્સનું મોત 200 કિલોમીટર પગપાળા ચાલીને જતા મોત થયું છે. રણવીરનો નામનો આ શખ્સ દિલ્હીની એક રોસ્ટોરેન્ટમાં કામ કરતો હતો. રેસ્ટોરેન્ટ બંધ થતાં રણવીરે પગપાળા કરી પોતાના ગામ જવાનો નિર્ણય કર્યો, જો કે પોતાના માદરે વતન પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું.
ભૂખથી થયું મોત
એક રિપોર્ટ મુજબ જોઈએ તો, રણવીર દિલ્હીથી પોતાના વતન તરફ ચાલતા-ચાલતા જઈ રહ્યો હતો. સવારના સમયે આગરા પહોંચતા તેના હ્રદયની બિમારી શરૂ થવા લાગી હતી. શનિવારે સવારે 6.30 વાગ્યે સિકંદરા વિસ્તાર નજીક આવતા આવતા તેનું મોત થઈ ગયું હતું. તેમના સંબંધીઓનું કહેવુ છે કે, આટલા દિવસ ખાધા-પીધા ચાલવાના કારણે તેમનું મોત થયું છે.
ચાલતા જવા માટે મજબૂર
રણવીરની સાથે રહેનારા લોકોનું કહેવું છે કે, લોકડાઉનના કારણે બેરોજગારી તેમને દિલ્હીથી ગામડે ખેંચી લઈ આવી હતી. એવું કહેવાય છે કે, એક સ્થાનિક વ્યક્તિએ આવી ચા અને બિસ્કૂટ આવી આપ્યા, જો કે, આ પહેલા આ શખ્સનું મોત થઈ ગયું હતું.