ગુજરાતમાં કોરોનાનાં ત્રણ નવા પોઝીટીવ કેસ

ગુજરાતમાં કોરોનાનાં ત્રણ નવા પોઝીટીવ કેસ
Spread the love

ગુજરાતમાં પણ લોકડાઉનની સ્થિત વચ્ચે કોરોનાનો કેર વધી રહ્યો છે.અને આજે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત થતા કુલ મૃત્યુઆંક પાંચ થયો છે. અને ત્રણ નવા પોઝીટીવ કેસ દાખલ થતા કુલ 58 પોઝીટીવ કેસ નોંધાયા છે. આમ કોરોનાના કારણે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક પાંચ અને કેસ 58 સુધી પહોંચ્યા છે. જે ત્રણ નવા કેસ નોંધાયા છે. તે અમાદાવાદના છે. ત્રણમાંથી એક દર્દી ગુજરાત કેન્સર સોસાયટી માંથી પેસેન્ટ આવ્યા હતા તેમનું મોત નીપજ્યું છે. જ્યારે એક સ્ત્રી છે. જે 67 વર્ષની છે. ઉપરાંત ત્રીજો કેસને છે. તે મુંબઈ સુધી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. કોરોનાના જે પોઝીટીવ કેસ નોંધાયા તેમાંથી વડોદરાના ત્રણ દર્દીઓ અને અમદાવાદના બે દર્દીઓની તબિયત સુધારા પર છે.

પાંજરાપોળ વિસ્તારનાં રહીશો નારાજ
તંત્રની સતત કરાઈ રહેલી પ્રસંશનીય કામગીરી વચ્ચે અમદાવાદનાં પાંજરાપોળ વિસ્તારના રહીશોની નારાજગી સામે આવી છે. ગોયલ ટાવરમાં રહેતા રહીશોએ નારાજગી વ્યક્ત કરી છે. 26 માર્ચે ગોયલ ટાવરના એક 40 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રહીશોએ કોર્પોરેશનથી મદદ માંગી છે. આ 40 વર્ષીય વ્યક્તિ લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાના શિકાર થયા છે. ટાવરમાં ફ્યુમીગેશન કરવામાં આવે તેવી રહીશો માંગણી કરી રહ્યા છે. મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ ટોલ ફ્રી નમ્બર પર ફોન કર્યો હોવા છતાં મદદ મળી રહી નથી. ગોયલ ટાવરમાં વિદેશથી આવેલા બે લોકોને ક્વૉરન્ટાઈન કરાયા છે. જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેના પરિવારના લોકોના પણ ટેસ્ટ કરાયા છે, પરિવારજનોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

28_01_2020-korona_vairus.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!