રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરીની તકો નીકળી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરીની તકો નીકળી
Spread the love

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કંસલ્ટન્સ સ્પેશિયાલિસ્ટ, એનાલિસ્ટનાં પદો પર નોકરી માટે આવેદનો મંગાવ્યા છે. આ ભરતી કોન્ટ્રાક્ટનાં રૂપમાં નીકળી છે.આ ભરતી અભિયાનનાં માધ્યમથી કુલ 39 પદો ભરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ rbi.org.in પર આવેદન કરી શકે છે. આવેદન પ્રક્રિયા 9 એપ્રિલથી શરૂ કરવામાં આવશે અને 29 એપ્રિલે પુરી થશે. યોગ્યતા એકાઉન્ટ સ્પેશિયાલિસ્ટનાં પદ માટે ઉમેદવારોની પાસે CAની ડીગ્રી હોવી જોઈએ. આઈએસ ઓડિટર, ફોરેન્સિક ઓડિટ અને એડમિનિસ્ટ્રેટર લેવલનાં પદો માટે ગ્રેજ્યુએશનની ડીગ્રીવાળા લોકો અરજી કરી શકે છે. અન્ય દરેક પદો માટે ઉમેદવારોની પાસે ઓછામાં ઓછી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે.

વય મર્યાદા એડમિનિસ્ટ્રેટિવ સ્તરનાં પદો માટે અરજીકર્તાની વયમર્યાદા 25થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અન્ય પદો માટે વય મર્યાદા 30થી 40 વર્ષ છે. વર્ષની ગણતરી માર્ચ 2020 સુધી કરવામાં આવશે. આરક્ષિત શ્રેણીનાં ઉમેદવારો માટે ઉપરની વયમાં છૂટ માપદંડો મુજબ લાગૂ થશે. અરજી માટે ફી સામાન્ય ઉમેદવારોએ 600 રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. આરક્ષિત ઉમેદવારો માટે 100 રૂપિયા છે. જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, તેમને વર્ષદીઠ 28.20 લાખ રૂપિયાથી 33.60 લાખ રૂપિયા સુધીની સેલેરી આપવામાં આવશે, તેમાં ભથ્થુ અને વીમો પણ સામેલ છે.

rbi1-960x640.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!