અમદાવાદ : અડાલજ ચેહર ધામ મંદિર દ્વારા કિટ વિતરણ

કોરોનાનો કહેર અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને લઇને કેટલાક ગરીબો અને મધ્યમવર્ગના લોકોને આર્થિક રીતે મુસ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તેમની મદદ માટે ગાંધીનગરના અડાલજમાં એસ જી હાઈવે પર આવેલ ચેહર ધામ મંદિરના સેવકો દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને અનાજ, કઠોળ, દાળ, તેલ, મસાલા અને સુખડીની કીટ બનાવી ફ્રી વિતરણ કરવામાં આવી. અને ભુખ્યાને ભોજન કરાવવામા આવ્યું. લોકોએ ચેહર ધામ મંદિરના સેવકોનો આભાર માન્યો.