અમરેલી આશ્રમના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના રાણપર ગામે ચૈતન્ય હનુમાનજી મંદિરના મકાનમાંથી ગત તા.૮ના રોજ ભેદી રીતે મળી આવેલા સળગેલા માનવ કંકાલનો ભેદ ઉકેલાયો હતો. જેમાં મંદિરના આશ્રમના મહંત શ્યામદાસ ગુરુ હરિચરણદાસની હત્યા થયાનું સામે આવ્યું હતું. આ ચર્ચાસ્પદ હત્યામાં મહંતની શિષ્યા બલરામદાસ(ઉ.વ.૫૦) અને હરિયાણાના વતની સાધુ સંદીપનાથ ગુરુ બાબા કિશનનાથ(ઉ.વ.૩૫)ની સંડોવણી સામે આવતાં પોલીસે બન્નેને પકડી પાડ્યા હતા. મહંતના બન્ને હાથ-પગ પલંગ સાથે બાંધી દીધાબન્નેએ પોલીસની પૂછપરછમાં આપેલી કબૂલાત મુજબ ગત તા.૨૪ માર્ચના બપોર દરમ્યાન મહંત શ્યામદાસ, શિષ્યા બલરામદાસ અને સંદીપનાથ આશ્રમે હાજર હતા, ત્યારે મહંતને બલરામદાસ સાથે કોઈ કારણથી ઝઘડો થયો અને મારવા માટે તેની પાછળ દોડ્યા. સંદીપનાથે વચ્ચે પડીને મારવાની ના કહી એટલે મહંતે રસ્સીથી એને માર માર્યો.
ઉશ્કેરાયેલા સંદીપનાથે મહંતના હાથમાંથી દોરડું આંચકી લીધું અને બલરામદાસ સાથે મળીને મહંતના બન્ને હાથ-પગ પલંગ સાથે બાંધી દીધા. બાદમાં સંદીપનાથે એમના ગળામાં રસ્સી નાખી, બીજા છેડેથી બલરામદાસે ખેંચી એટલે મહંતે ત્યાં જ દમ તોડી દીધો હતો.સંદીપનાથની કારમાંથી પેટ્રોલ ભરેલું કેન કાઢ્યુંપછી મહંતની લાશને સંદીપનાથની કાર પાછળ બાંધીને આશ્રમના ધુણાવાળા ઓરડામાં લઈ જવામાં આવી. રાતે આશરે ૨ વાગ્યા દરમ્યાન બલરામદાસ થોડાં લાકડા વીણી લાવી. લાશની ઉપરનીચે લાકડાં ગોઠવી દીધા. સંદીપનાથની કારમાંથી પેટ્રોલ ભરેલું કેન કાઢ્યું. લાશ પર પેટ્રોલ છાંટી એને સળગાવી, એ દરમ્યાન ઝાળ લાગતાં સંદીપનાથ પણ બન્ને પગે અને જમણા હાથે ગંભીર રીતે દાઝી ગયો હતો.
તેણે જસદણ, સાંથળી, ગોંડલ અને રાજકોટની હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. ગત તા.૪ના રોજ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી રજા મળી હતી.સાધુ સંદીપનાથ શિવરાત્રિ પછી આશ્રમે રોકાવા આવ્યો હરિયાણાનો સાધુ સંદીપનાથ શિવરાત્રિ પછી આશ્રમે રોકાવા આવ્યો હતોસાધ્વી બલરામદાસનું મૂળ નામ વર્ષા મોહનભાઈ સરવૈયા છે. તે મહંત શ્યામદાસ સાથે આશ્રમમાં રહેતી હતી. મહંત ત્રણેક વર્ષ પહેલાં હરિદ્વાર ગયા ત્યાં હરિયાણાના રોહતક જિલ્લાના મસ્તનાથ અસ્તલબોર ડેરાના સાધુ સંદીપનાથ સાથે મુલાકાત થઈ હતી. ગત શિવરાત્રિ પછી સંદીપનાથ મહેમાન તરીકે મહંત શ્યામદાસના ચૈતન્ય આશ્રમે આવીને રોકાયો હતો.