સિંગાપોરમાં અઢીસો ભારતીયોને ચેપ

સિંગાપોર સિૃથત ભારતીય હાઈ કમિશનરે જણાવ્યું હતુ કે એ દેશમાં અઢીસો ભારતીયોને ચેપ લાગ્યો છે. જોકે એ બધાની સારવાર ચાલી રહી છે અને મોટા ભાગનાની તબિયત સુધારા પર છે. સિંગાપોરમાં એક ૩૨ વર્ષિય યુવકનું કોરોનાથી મોત થયાના અહેવાલ આવ્યા હતા. પરંતુ આજે હાઈ-કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે એ મોત કોરોનાથી નહીં, હૃદયરોગથી થયું હતું.