અમદાવાદમાં સેમ્પલ લેવા ગયા ડૉક્ટર જ કોરોનાનો શિકાર

અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં ટુ ડોર સર્વે કરવા અને સેમ્પલ લેવા ગયેલા એક ડોક્ટર ને જ કોરોના નો ચેપ લાગ્યો છે. આરોગ્ય વિભાગના મતે,આ ડોક્ટર કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાના કારણે તેમને પણ કોરોના થયો છે. આ જ પ્રમાણે, બાવળા હેલ્થ સેન્ટરમાં એક મહિલા તબીબ કે જે દરિયાપુરમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા હતા તેમને પણ કોરોના પોઝિટિવ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ જ પ્રમાણે, સોલામાં અન્ય એક ડોક્ટરને પણ કોરોના થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે, આમ એક જ દિવસમાં ત્રણ ડોક્ટરોને કોરોના પોઝિટિવ નો શીકાર બન્યાં છે. આમ પોઝિટિવ દર્દીઓ ના સંપર્કમાં આવવાથી ડોક્ટરોમાં પણ ભયની લાગણી ફેલાઈ છે.