સાબર ડેરી સંચાલિત માલપુર વેટરનરી સ્ટાફ અને ડોકટરોનું કોવિડ-19નું પરીક્ષણ

અરવલ્લી : સાબરડેરી સંચાલિત માલપુર વેટરનરી સેન્ટર તાલુકાના ગામડે ઘેર ઘેર જઇ પશુની આવશ્યક સેવાઓ પુરી પાડતા તબીબો અને તેમના તમામ સ્ટાફને માલપુર આરોગ્ય વિભાગના અધિકારીઓ ડોક્ટર ભાવેશભાઈ પટેલ, ડોક્ટર ભાવેશ ખાંટ, શ્રીમતી ચંદ્રિકાબેન કટારા, ગીતાબેન પ્રજાપતિ અને નીતિન પટેલે વેટરનરીના ત્રીસ સ્ટાફનું કોરોનાનું ટેમ્પરેચર અને સુગરનું પરીક્ષણના સેમ્પલો લઈ તપસ્યા હતા.