વડાલીની વેડા ગ્રામ પંચાયતનું કોરોના વાયરસ સામે અભિયાન

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગ્રામ પંચાયત દ્વારા ૧૫ મી એપ્રિલ ૨૦૨૦ ને બુધવારના રોજ વેડા ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રના વેડા કંપા અને વેડા છાવણીની અંદર સંપૂર્ણ રીતે સેનેટાઇજ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા દેશ અને ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીથી ગ્રામ પંચાયતના ગામોની અંદર વાયરસ પ્રવેશ ના કરે તે હેતુથી મહિલા સરપંચશ્રી નિરૂબા તખાજી ચૌહાણ વેડા પંચાયતના તમામ વિસ્તાર ની અંદર ટ્રેક્ટર દ્વારા ગામની શેરીઓમાં સેનેટાઇજ કરવામાં આવ્યો હતો. આ સમયે તલાટીશ્રી વિરેન્દ્રકુમાર આચાર્ય તેમજ દૂધ મંડળીના સેક્રેટરી લાલજીભાઇ રબારી તેમજ ગામ અગ્રણી પ્રવિણસિંહ ચૌહાણ, બાબુસિંહ ડાભી અને વેડા ગ્રામ પંચાયત સમિતિ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)