જૂનાગઢમાં સગર્ભા મહિલા કોન્સ્ટેબલને કોરોના કરતા ખરાબ રસ્તાનો વધારે ડર

જુનાગઢ,
સોમનાથ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નયનાબેન વાઘ હાલ પ્રેગનન્ટ છે. તેઓને ૭ મહિનાનો ગર્ભ હોવા છતાં કોરોનાની મહામારીમાં પોતાની ફરજ નથી ચૂક્્યા. તેઓ રોજ પોલીસ સ્ટેશન પોતાની ફરજ બજાવવા પહોંચી જાય છે. નયનાબેન સુત્રાપાડા રહે છે અને પોતાના પતિ તેને રોજ સ્કૂટર પર પોલીસ સ્ટેશન મુકી અને લઇ જાય છે. કોરોનાનો ડર નથી પરંતુ ખરાબ રસ્તાનો ડર નયનાબેનને સતાવી રહ્યો છે. નયનાબેનની ફરજની લોકો પ્રશંસા કરી રહ્યા છે.
હું ૭ મહિના ગર્ભવતી છું. તેમ છતાં પણ કટોકટીના સમયમાં ફરજ પર આવું છે. સુત્રાપાડા રહેતી હોવાથી રોજ મારા પતિ મને સ્કૂટર પર મૂકી જાય અને લઈ જાય છે. ખરાબ રસ્તાને કારણે ડર તો લાગે છે. પણ મારે મારી ફરજ પહેલા નિભાવવાની છે. મને પોલીસ સ્ટેશનમાં વાયરલેસમાં રાખી છે અને પીઆઇ સાહેબે ત્યાં પંખાની પણ સુવિધા કરી દીધી છે. આવી કપરી પરિÂસ્થતિમાં લોકો ઘરની બહાર ન નીકળે તે સારું છે.