સેવામાં સહભાગી બન્યા લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટીના પ્રથમ ઉપપ્રમુખ

કોરોના વાયરસની મહામારીના જંગ સામે લડી ગરીબોને મફતમાં ભોજન પુરુ પાડી ઉમદા હાથે કામ કરી અનેક લોકો માનવતા દાખવી રહ્યાં છે, તેમજ સેવાનો ધોધ પણ ઉદાર હાથે વહાવી અવિરત સેવા આપે છે, ત્યારે લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટીના પ્રથમ ઉપપ્રમુખ તેમજ રામેશ્વર ડેન્ટલ ક્લિનિકના ડેન્ટીસ્ટ ડૉ. વાલાભાઈ યુ. પ્રજાપતિ દ્વારા કોરોના વાયરસની મહામારીમાં થતા સેવાકાર્યો માટે આદેશ પરિવાર મંડળ તેમજ ભારત વિકાસ પરિષદ થરાદને એમ બંને સેવાભાવી સંસ્થાઓની સેવામાં સહભાગી થવા ૫૧૦૦૦ રૂપિયાનું દાન આપી સેવા કાર્ય કરનારાઓનું મનોબળ મજબૂત કર્યું હતું. તેઓ દ્વારા આદેશ પરિવાર મંડળને સહભાગી થવા ૨૬૦૦૦ નું દાન આપ્યું છે તેમજ ભારત વિકાસ પરિષદ થરાદને સહભાગી થવા ૨૫૦૦૦ રુપિયાનું દાન આપી ગરીબ, જરૂરિયાત મંદ લોકો માટે ભોજનની ફ્રીમાં વ્યવસ્થા કરી જમાડતા બંને સેવાભાવી સંસ્થાઓને ઉદાર હાથે દાનનો ધોધ વહાવી સેવાકાર્યમાં સહભાગી બની ભારત વિકાસ પરિષદ થરાદ તેમજ આદેશ પરિવાર મંડળના કાર્યને મનોબળનો વેગ આપી ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ