દેશમાં લોકડાઉન લંબાતા થરાદના હાથાવાડા મુકામે પ્રવેશ ગેટ મુક્યો

દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના આદેશને લઈ લોકડાઉન લંબાવવામાં આવતા સાચવેતીના ભાગરુપે હાથાવાડા ગામમાં કોરોના કમિટી દ્વારા અને મિત્રો દ્વારા ગામમાં નાકાબંધીરૂપી પ્રવેશ ગેટ મુકવામાં આવ્યો હતો, જેમા બહારથી આવતા અને ગામથી બહાર જતા લોકોનું રજીસ્ટ્રેશન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી તેમજ સરવરી યુવા સંગઠન દ્વારા દરેક સભ્ય દ્વારા વોચ ગોઠવી જીવન જરૂરિયાતની વસ્તુઓની હોમડીલીવરી કરવામાં આવે છે. આ કામગીરીના આયોજકો તલાટી કમ- મંત્રી સંજયભાઈ એન. નાઈ, સરપંચ મોડાભાઈ પાંચલ, ડેપ્યુટી સરપંચ જુણેજા અનવરશા, શાળાના પ્રિન્સીપાલ જુણેજા મીઠુશા તેમજ જુણેજા જુમાશા, ભાણાભાઈ પટેલ તેમજ સરવરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગગુશા જે. જુણેજા, હુશેનશા જુણેજા, અકબરશા અંનતરશા જુનેજા સહિતની ટીમ દ્વારા કોરોના સામે લડવાની ભારે જહેમતની કામગીરી ઉઠાવી સુરક્ષાની વ્યવસ્થા સઘન કરી હતી.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ