વડિયાના ધાનાણીના અન્નક્ષેત્રમાં સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે પ્રસાદ પીરસાયો

વડિયા : સમગ્ર વિશ્વ કોરોનાના અજગર ભરડા માં સપડાયું છે ત્યારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોતાનું જીવન ટકાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે અમરેલીના પનોતા પુત્ર અને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા છેલ્લા 20દિવસ થી અમરેલી સીટ ના મતદારોની પડખે ઉભી રોજ 40,000 માણસોની રસોઈ બનાવી ગામડે ગામડે સપ્લાય કરવામાં આવે છે. જેને ત્રણ ભાગમાં વેચવામાં આવી છે.
અમરેલી, કુંકાવાવ અને વડિયા આજે વડિયાના પટેલવાડી સ્થિત રસોડે 18ગામની રસોઈને ગામડા સુધી પહોંચાડવા વડિયા સ્વામિનારાયણ મંદિરના સંતો હરિકૃષ્ણદાસ સ્વામી, આંનદ સ્વરૂપ દાસ સ્વામી દ્વારા પરેશ ધાનાણી, હિતેષભાઇ સાવજ અને વાડિયાના સેવાભાવી યુવાનોની હાજરી રસોઈને પીરસવામાં આવી હતી.
સ્વામી દ્વારા આ જરૂરિયાતમંદ લોકો માટે પરેશભાઈના રસોડે પ્રસાદ બને છે અને લોકોની આંતરડી ઠારી હજારો લોકોના આશીર્વાદ મળે છે. ત્યારે રામે દીધો છે રૂડો રોટલો કોઈને ખવડાવીને ખાવ આ પંક્તિ પરેશ ધાનાણીના રસોડે સાબિત કરી એક સાચા લોકસેવકની ફરજ અદા કરી છે.