અમદાવાદ : ગોતા વોર્ડમાં બીપીન પટેલ (ગોતા) દ્વારા કીટ વિતરણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપેલ સાત સુત્ર માંથી અને માનનીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ ના આહવાન માંથી પ્રેરણા લઇ શ્રી બીપીન પટેલ (ગોતા) દ્વારા કુલ ૧૦૦૦૦ કીટ બનાવી જેમાં ( ૭ કિલો ઘઉં નો લોટ, ૪ કિલો બટાકા , ૪ કિલો ડુંગળી, ૨ કિલો તેલ , ૧ કિલો મીઠુ, ૨૦૦ ગ્રામ મરચું , ૧૦૦ ગ્રામ હળદર, ૧ કિલો ગોળ કુલ વજન ૨૦ કિલો ) ની કીટ વિતરણ વ્યવસ્થા માં કોર ટીમની મદદ થી આજે શ્રી હર્ષદભાઈ પટેલ ( પ્રમુખ, યુવામોરચા, ગોતા વોર્ડ) ને જરૂરી કીટ આપી જેનાથી તેઓ તેમની આજુબાજુ માં આવેલ જરૂરિયાતમંદ લોકોને ઘર સામગ્રીની કીટ પહોંચાડશે જેનાથી તેમના જીવન નિર્વાહમાં અત્યારના કપરા સમયમાં મદદ મળી રહે.