બાઇક પર ડબલ સવારી પ્રતિબંધિત

બાઇક પર ડબલ સવારી પ્રતિબંધિત
Spread the love

અમદાવાદ: રાજ્યમાં લોકડાઉનનો અમલ ચાલુ જ છે અને દુકાનો ચાલુ રહેશે, પરંતુ ગાઈડલાઈનના ભંગ બદલ થશે કાર્યવાહીમાં આવશે. તેમ જ બાઇક કે સ્કૂટર પર માત્ર એક સવારી જ માન્ય રહેશે જો ડબલ સવારી હશે તો પણ કાર્યવાહી થશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોરોનાને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ખડે પગે તમામ અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે. ટુ વ્હીલર પર એકથી વધુ વ્યક્તિ મુસાફરી ન કરે. ફોર વ્હીલરમાં બેથી વધુ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. રમઝાન માસમાં ધાર્મિક સ્થળે લોકો એકઠા ન થાય. ધાર્મિક સ્થળે લોકોના ટોળો દેખાશે તો ડ્રોન સર્વેલન્સને આધારે કાર્યવાહી કરીશું.

રમઝાનમાં લોકો ધાર્મિક સ્થળે એકઠા ન થાય, ડ્રોન સર્વેલન્સમાં લોકડાઉન ભંગ ધ્યાને આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. ધાર્મિક સ્થળો પર લોકો ભેગા ન થાય, ડ્રોનથી ધાર્મિક સ્થળો પર નજર રખાઈ રહી છે. અત્યાર સુધીમાં ૧૩ ગુનામાં ૩૫ આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપીઓને સુરત જેલમાં મોકલવામાં આવ્યા છે. સુરત, અમદાવાદ બંને વિસ્તાર માટે આયોજન કરાય છે. સિનિયર અધિકારીઓને અમદાવાદ મોકલાયા હતા. પાંચ સિનિયર અધિકારીઓના રિપોર્ટના આધારે કામગીરી હાથ ધરાશે.

ashok_1574560466.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!