સુરતમાં વધુ એક દર્દીનું મોત મૃત્યુઆંક ૧૫ પર પહોંચ્યો

સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ દર્દીનું મોત નિપજ્યું હતુ.અમરોલી વિસ્તારના ૫૮ વર્ષીય દર્દીનું સવારે મોત થતા સુરતમાં કુલ મૃત્યુઆંક ૧૫ પર પહોંચ્યો છે. અમદાવાદ બાદ હવે કોરોના એ સુરતનો વારો પાડ્યો છે. શુક્રવારની રાત સુધીમાં સુરતમાં વધુ ૮ કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આઠ પૈકી એક મનપાનો કર્મચારી છે. તો અન્ય લિંબાયત અને સેન્ટ્રલ ઝોનના દર્દી છે. આ સાથે જ સુરતના પોઝિટિવ કેસનો આંકડો ૪૬૫ પર પહોંચ્યો છે. બીજી બાજુ સુરતમાં સતત વધી રહેલા કેસોને કારણે કેન્દ્રિય ટીમ શહેરની મુલાકતે પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારના પાંચ અધિકારીઓની ટીમે શહેર-જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. વર્તમાન સ્થિતિ અંગે માહિતી લેવામાં આવી હતી. દરમિયાન સંતરામપુર મહિસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં કોરોનાનો શનિવારે પ્રથમ કેસ થયો છે આમ આ સાથે જિલ્લામાં કુલ દસ કેસ નોંધાઇ ચૂક્યા છે.