શામળાજી મેશ્રવો ડેમ સાઈટ ડુંગર પર આગ

- વનરાજી બળીને ખાક સ્થાનિક યુવાનોએ આગ ઓલવી
ગત રાત્રિએ નાગધરા કુંડ પાસે ડુંગર ઉપર આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હતું આગમાં કેટલાય સુકા વૃક્ષો બડીને ખાખ થઇ ગયા હતા આ ઘટનાની જાણ થતા શામળાજીના નવયુવાનો ડુંગર ઉપર પહોંચી જતા આગને ઓલવવા ની કામગીરી હાથ ધરી હતી જિલ્લા વહીવટી તંત્રની જાણ કરતા રાત્રિના સમયે ફોરેસ્ટ નો સ્ટાફ પણ ઘટનાસ્થળે આવીને આગ ઓલવાની કામગીરીમાં જોડાઈ ગયો હતો આગનુ વિકરાળ સ્વરૂપ જોઈને ઘણોબધો વિસ્તાર આગ ની ઝપેટમાં આવી ગયો હતો.
સંજય ગાંધી (શામળાજી)