લોકપાલના સભ્ય જસ્ટીસ અજય ત્રિપાઠીનું કોરોનાથી મોત

લોકપાલના સભ્ય જસ્ટિસ અજય ત્રિપાઠીનું કોરોનાથી મોત થયું છે, તેઓ કોરોનાના ચેપ લાગ્યા બાદ એઈમ્સમાં ભરતી હતા. તેમની તબીયત વધારે કથળતા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતા. જોકે, તેમનું સારવાર દરમ્યાન મોત થયુ છે. 62 વર્ષના જસ્ટિસ અજય ત્રિપાઠીને એપ્રિલ માસમાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. જે બાદ તેમની સારવાર ટ્રામા સેન્ટરમાં ચાલી રહી હતી. જસ્ટિસ અજય ત્રિપાઠીના મોત બાદ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.