ધાનેરાના ધારાસભ્યએ વેઇટિંગ સિલેક્ટ 1167 ઉમેદવારોને ઓર્ડર આપવા પત્ર લખ્યો 

ધાનેરાના ધારાસભ્યએ વેઇટિંગ સિલેક્ટ 1167 ઉમેદવારોને ઓર્ડર આપવા પત્ર લખ્યો 
Spread the love

વર્ષ 2016 17 માં SRPF ના 11 67 જેટલા ઉમેદવારો વેઇટિંગમાં છે તો તમામ ઉમેદવારોને તાત્કાલિક ધોરણે નિમણૂક કરવા માટે ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો  છે અને તેમાં જણાવ્યું છે કે SRPF વર્ષ 2016 17 નું 20% વેઇટીંગ લીસ્ટ આપવામાં આવ્યું હતું અને આ વેટિંગ લિસ્ટ આજ દિવસ સુધી ઓપરેટ કરવામાં આવ્યું નથી વેઇટિંગ  બાકી રહેલા તમામ ઉમેદવાર ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવે છે અને જે હાલ બેરોજગાર થઈને બેઠા છે તો કોરોનાની  મહામારીને સમય ગુજરાતની જનતા ઝઝૂમી રહી છે.

આ વેઇટિંગ લિસ્ટ બાકી ઉમેદવારોને ગુજરાતની જનતાને સુખ દુખમાં ભાગીદાર થઈ સેવા કરવાનો તેમને પણ મોકો આપવો જોઈએ ગુજરાતના રાજ્ય પોલીસ વડા શ્રી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હાલમાં ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ સ્ટાફની ઘટ છે અને જ્યારે NSF અને NCC વાળા અને ફરજ પર સેવાનું કામ કરતા હોય તો SRPF સિલેક્ટ થયેલા અને વેઇટિંગ લિસ્ટ ના 1167 ઉમેદવારોને સત્વરે ફરજ નિમણુંક આપવી જોઈએ અને તેમને આવી વિકટ પરિસ્થિતિમાં સેવા કરવાનો મોકો આપવો જોઈએ તેવા લખાણ સાથે ધાનેરાના ધારાસભ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો  છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!