સારવાર ન મળતા મોડાસામાં 2 આશાસ્પદ યુવાનોના મોત

રાજ્યમાં રૂપાણી સરકાર ‘સબ સલામત’ની વાતો કરી રહી છે અને રાજ્યમાં દરેક દર્દીની કોઈ પણ જાતની તકલીફ વગર સારવાર થઈ રહી છે. તેવું મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ મોડાસા તાલુકામાં ચૌધરી સમાજના બે આશાસ્પદ યુવાનોના ખાનગી હોસ્પિટલમાં સારવારના અભાવે મોત થયાની વિગતો પ્રકાશમાં આવી છે. જંબુસર ગામના યુવકનો કોરોના રિપોર્ટ નહી હોવાથી અમદાવાદની ખાનગી હોસ્પિટલે સારવાર માટે નન્નો ભણી દેતાં મોત નિપજ્યુ હતુ. જ્યારે ઉમેદપુર ગામના યુવકનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં મોડાસાની ખાનગી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભાવે મોત થતાં ખાનગી હોસ્પિટલોનાં વ્યવહારને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.